LCB પૂર્વ-કચ્છ, ગાંધીધામની કાર્યવાહી દરમ્યાન 1305 વિદેશી દારૂની બોટલ, 812 બીયરના ટીન અને મહીન્દ્રા મેક્સ પીકઅપ સહિત ₹24.24 લાખનો મુદ્દામાલ કબ્જે

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ-કચ્છ, ગાંધીધામ દ્વારા પ્રોહીબીશન વિરુદ્ધ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીધામ–ભચાઉ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ મહીન્દ્રા મેક્સ પીકઅપ ડાલુને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં તપાસ કરતાં પીકઅપમાંથી વિદેશી દારૂની 1305 બોટલો તથા 812 બીયરના ટીન મળી કુલ રૂપિયા 24,24,140 નો પ્રોહીબીશન મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ અંગે બી ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

The Gujarat Live News 

રિપોર્ટ બાય રામજી પ્રજાપતિ સામખયારી ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!