આજે અમદાવાદના સ્થાપના દિવસે શહેરના નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. વર્ષ 2025માં 614 વર્ષ બાદ પ્રથમવાર શરૂ થયેલી આ નગરચર્યાની પરંપરા 2026માં જાળવી સતત બીજા વર્ષે નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર અને અન્ય ઉચ્ચ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા પૂર્વે માતાજીની ચલિત મૂર્તિની સ્થાપના કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીને પાલખીમાં બિરાજમાન કરી રથ સુધી લાવવામાં આવ્યા હતા. જે બાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી મેયર અને કોર્પોરેશનના સ્ટેંડિંગ ચેરમેન દ્વારા પહિંદ વિધિ કરી યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રના 100 મીટર દૂરથી ઢોલ-નગારા બંધ કરી દેવાયા હતા
અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા ત્રણ દરવાજા, ખાડીયા થઈને ખમાસા પહોંચી હતી. જ્યાં આયોજકો દ્વારા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. માર્ગમાં ‘અંજુમન-એ-ઇસ્લામ’ સ્કૂલ આવતી હોવાથી 100 મીટર દૂરથી નગરયાત્રામાં વાગતા સ્પીકર, ઢોલ અને નગારા બંધ કરી દેવામાં આવ્યા હતા. બાળકોને પરીક્ષામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે આ નગરયાત્રા અત્યંત શાંતિપ્રિય માહોલમાં પસાર કરવામાં આવી હતી. મેયર સહિતના અધિકારીઓએ માતાજીની આરતી કરી
ખમાસાથી થઈને નગરયાત્રા આગળ વધી AMCની મુખ્ય ઓફિસે પહોંચી હતી. જ્યાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓ દ્વારા માતાજીના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ આરતીની થાળી સાથે માતાજીના દર્શન અને પૂજન માટે ઉમટી પડી હતી. ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચાર રસ્તા પાસે ટ્રાફિક સર્જાયો
જો કે, કોર્પોરેશનની ઓફિસ પહોંચતા સમયે અન્ય વાહનચાલકોને BRTSના કોરિડોરમાંથી જવા માટે જગ્યા આપવામાં આવી હતી. સાથે ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં ચાર રસ્તા પાસે વાહનોની ભારે ભીડ અને ટ્રાફિક સર્જાયો હતો. જ્યારે ખાડિયા બાલા હનુમાન પાસે ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ માર્ગમાં નગરદેવી ભદ્રકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર તરફ આગળ વધ્યાં હતાં. અખાડા અને અનેક ગાડીઓ સાથે યાત્રા જમાલપુર મંદિરે પહોંચી હતી
યાત્રામાં આ વર્ષે બે નવા વિસ્તાર એડ કરવામાં આવ્યા હતા. જેના પગલે યાત્રાનો રૂટ બે કિમી લાંબો થયો હતો. જેમાં વિવિધ અખાડા અને અનેક ગાડીઓ સાથે વાજતે-ગાજતે જમાલપુર મંદિરે પહોંચી હતી. જ્યાં મંદિરના મહંત દ્વારા નગરદેવીનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. સાથે બાળકોએ પિરામિડ બનાવીને આકર્ષક કરતબો રજૂ કર્યા હતા. યાત્રામાં કરતબબાજોના આશ્ચર્યજનક કરતબ
યાત્રામાં કરતબબાજોએ કાચના ટુકડા પર સૂઈને વિવિધ કરતબ કરી બતાવ્યા હતા. કેટલાક કરતબબાજો ખીલ્લીઓ પર ઊભા રહીને પોતાની સાહસિક કળાનું પ્રદર્શન કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ભક્તો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશ વિતરણની સેવા પૂરી પાડવામાં આવી હતી. માતાજીનો રથ પહોંચતા જ ભક્તો એકઠાં થયા હતા
ઇતિહાસમાં પ્રથમ વખત નગરદેવી ભદ્રકાળીની યાત્રા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ હતી. માતાજીના આગમનને પગલે સમગ્ર ખાડિયા વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકો હાથમાં ફૂલ અને કંકુ લઈને નગરયાત્રાને વધાવવા માટે ઉમટી પડ્યા હતા. ખાડિયામાં માતાજીનો રથ પહોંચતા જ ભક્તોની વિશાળ મેદની એકઠી થઈ હતી. નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા માણેકચોક પહોંચી હતી
અમદાવાદની નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા શહેરના ઐતિહાસિક વિસ્તાર માણેકચોક ખાતે પહોંચી હતી.જ્યાં યાત્રાનું પ્રસ્થાન શાસ્ત્રોક્ત અને વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીના રથની પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યું હતું. નગરચર્યા દરમિયાન બાબા માણેકનાથજીની સમાધિ સ્થળે પણ વિશેષ પૂજા કરવામાં આવી હતી. ગમન સાંથલ અને જિગ્નેશ કવિરાજના ભવ્ય લોક ડાયરાનું આયોજન
નગરચર્યા કર્યા બાદ બપોરના સમયે નગરદેવી ભદ્રકાળી મા નીજ મંદિર પરત ફર્યા હતા. જ્યારે આજે સાંથે ગમન સાંથલ અને જિગ્નેશ કવિરાજના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક ડાયરામાં 10થી 12 હજાર લોકો જામી શકે તેટલો ભંડારો યોજવામાં આવ્યો છે.