
SVP Hospital Ahmedabad Controversy : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેણે રડતા અવાજે હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર ‘પ્રયોગો’ કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી SVP હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમનું ગઈ કાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે.
