
મુંબઈ વડોદરા ભારતમાલા એક્સપ્રેસ હાઈવે ઉપર તેમજ ડભોઇ પાસેથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર ગાડીમાં ગુપ્ત ખાના બનાવી દારૂની થતી હેરાફેરી જિલ્લા પોલીસે ઝડપી પાડી પાંચ શખ્સોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ સફેદ રંગની એક મહિન્દ્રા મેક્સ નંબર વગરની ગાડીમાં ગુપ્ત ખાનું બનાવી તેમાં દારૂનો જથ્થો ભરી તે ગાડી સુરતથી વડોદરા તરફ જવાની છે તેવી માહિતીના આધારે કરજણ તાલુકાના સાંપા ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન બાતમી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી રોકી હતી. ગાડીના ચાલક ભજનલાલ રતનારામ ગોદારા બીિશ્નોઇ રહે દેવપુરા, તાલુકો ચીતલવાના જીલ્લો ઝાલોર રાજસ્થાન ને સાથે રાખી ગાડીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ગાડીમાં પાછળની બોડી ઉંચી કરીને જોતા તેમાં એક ગુપ્ત ખાનું બનાવેલું જણાયું હતું. આ ખાનામાંથી રૂપિયા 4.
