
Vadoara Accident : વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ગઈ મોડી રાત્રે વધુ એક રક્ષિત કાંડ સર્જાતા રહી ગયો હતો. આ બનાવમાં પિતાની કાર લઈને નીકળેલા સગીરે એક બાઈક તેમજ ટેમ્પાને અડફેટમાં લીધા ત્રણ જણાને ઈજા થઈ હતી. જોકે આ બનાવમાં હજી સુધી પોલીસ ફરિયાદ થઈ નથી.
અમિત નગર સર્કલ પાસે ગઈ રાત્રે પિતાની કાલે લઈને કુટુંબીજનોને જાણ કર્યા વગર નીકળેલા એક સગીરે સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવતા કારે દોઢ વર્ષના બાળકને લઈ બાઇક પર નીકળેલા દંપતિને અડફેટમાં લીધા હતા.
