ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસારવાના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યે એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિધાર્થી પર હુમલો કર્યો છે.આદિત્ય ગાડી લઈને આવ્યો હતો જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિધાર્થીઓને રિવોલ્વર બતાવી હતી. આ બનાવની જાણ થતા નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોચી છે. વિદ્યાર્થીઓએ સામે જોવાની નજીવી બાબતે બોલાચાલી કરી તોડફોડ કરી
શહેરના લો ગાર્ડન પાસે આવેલી ખાનગી કોલેજમાં બપોરના સમયે વિદ્યાર્થીઓ કોલેજની બહાર ઉભા હતા. આ દરમિયાન ફોર્ચ્યુનર ગાડી લઈને અસારવાના જાણીતા બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ પસાર થઈ રહ્યો હતો. સાંકડી ગલીમાંથી આદિત્ય ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે કોલેજના વિદ્યાર્થીઓ સામે જોતા આદિત્યએ સામે જોવાની બાબતમાં બોલાચાલી કરી જે બાદ ગાડીમાંથી ધારદાર હથિયાર કાઢીને કોલેજની બહાર પડેલી વિદ્યાર્થીની થાર ગાડીમાં તોડફોડ કરી હતી. નવરંગપુરા પોલીસની ટીમ ઘટનાસ્થળ સ્થળ પર પહોંચી
આદિત્યએ વિદ્યાર્થીઓ ભેગા થતા ગાડીમાંથી રિવોલ્વર બતાવ્યા હોવાનો પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે. આ બનાવાની જાણ થતા તાત્કાલિક નવરંગપુરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે.પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને નિવેદનના આધારે તપાસ શરૂ કરી છે. આદિત્યએ થોડા સમય અગાઉ શાહીબાગ સર્કિટ હાઉસ પાસે પૂરઝડપે ફોર્ચ્યુનર ગાડી વડે એક એક્ટિવા પર જઈ રહેલા વ્યક્તિને ટક્કર મારતા એક્ટિવા ચાલકનું મોત થયું હતું..(સંપૂર્ણ સમાચાર અહીં વાંચો) શાહીબાગમાં કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યસિંહ રાઠોડે મોંઘીદાટ કાર વડે નિર્દોષ એક્ટિવાચાલકને ટક્કર મારીને જીવ લીધો છે. કારચાલકે પૂરપાટ ઝડપે કાર વડે એક્ટિવાચાલકને ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક નજીકમાં ઊભેલી રિક્ષા સાથે ટકરાયો, જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું. કારચાલકના પિતા અને દાદા બંને કુખ્યાત બૂટલેગર છે. આ સાથે કારચાલક યુવકનો હથિયારો સાથેનો કારમાં વીડિયો વાઇરલ થયો હતો. સરદાર પટેલ સ્મારક ખાતે બૂટલેગરના પૌત્રએ અકસ્માત કર્યો હતો
શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક ખાતેથી અસારવામાં રહેતા મહેન્દ્ર ગોહિલ એક્ટિવા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કાળા કલરની ફોર્ચ્યુનર ગાડી લઈને આવી રહેલા આદિત્યસિંહ રાઠોડે મહેન્દ્રભાઈને પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે મહેન્દ્રભાઈ એક્ટિવા લઈને રસ્તાની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અથડાયા હતા. મહેન્દ્રભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ કારચાલક આદિત્યસિંહ પોલીસ સ્ટેશન હાજર થઈ ગયો હતો. કુખ્યાત બૂટલેગર કિશોર લંગડાના પૌત્રનો વીડિયો બનાવ્યો
આદિત્યસિંહ રાઠોડ 18 વર્ષની ઉંમરનો છે. આરોપીના દાદા કિશોરસિંહ રાઠોડ અમદાવાદનો કુખ્યાત અને લિસ્ટેડ બૂટલેગર છે. આરોપીના પિતા દિલીપસિંહ પણ બૂટલેગર છે. આરોપી પણ સોશિયલ મીડિયામાં રોફ જમાવવા માટે હથિયારો સાથે ગાડીમાં વીડિયો બનાવે છે. અકસ્માત બાદ આરોપીનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં ગાડીમાં ધારદાર હથિયારોના જથ્થા સાથે આરોપીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!