અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને તેની અંદર એવી કઈ વસ્તુ હતી જેના કારણે આ ધડાકો થયો, તે હાલ તપાસનો વિષય બન્યો છે. એફ.એસ.એલ. (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી પાર્સલમાં રહેલા વિસ્ફોટક કે કેમિકલના અંશો જાણી શકાય.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!