Ahmedabad News : કાળઝાળ ગરમી માટે જાણીતા અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જ સૂર્યદેવતાએ આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ તેની સીધી અસર જનજીવનની સાથે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોવા મળી રહી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બનેલો નવો રોડ ગરમીના કારણે પીગળવા લાગતા કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

બે માસ પહેલા બનેલો રોડ ‘પાણી-પાણી’

ખોખરા વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજ મંદિર સુધીના આશરે પોણો કિલોમીટરના માર્ગ પર હજુ બે મહિના પહેલા જ ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!