
Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહેલા હવામાનના પલટા વચ્ચે હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે (21મી માર્ચ) સામાન્ય વરસાદ પડી શકે છે. જોકે, આ માવઠાની અસર બાદ રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં 5 ડિગ્રી સુધીનો વધારો નોંધાશે.
આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપના સંયુક્ત પ્રભાવને લીધે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદની શક્યતા છે.
