સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતાં તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે 21 માર્ચે આગામી સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત રાજ્યના 8 જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આગામી દિવસોની આગાહીને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આવનારા 7 દિવસમાં હજુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. તો કચ્છ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનારા 2 દિવસમાં 3થી 5 ડિગ્રી તાપમાન વધશે. આજે અમદાવાદમાં 35 ડિગ્રી નોંધાયું. માર્ચ એન્ડિંગમાં કોઈપણ હીટવેવનું એલર્ટ નથીઃ પરેશ ગોસ્વામી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે-ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાશે. હમણાં માર્ચ એન્ડિંગમાં કોઈપણ હીટવેવનું એલર્ટ નથી. એપ્રિલની શરૂઆતમાં એટલે કે 4 એપ્રિલ બાદ રાજ્યમાં હીટવેવની શરૂઆત થશે અને આ વખતે તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાશે. હમણાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 37થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ શકે છે. અન્ય હવામાન નિષ્ણાંત એ. ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં 1થી દોઢ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં વધારો થશે, જ્યારે હમણાં કોઈ સિસ્ટમ સક્રિય છે નહીં. 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં આ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતા તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. ખાસ કરીને ગીર ગઢડાના એભલવડ ગામે શાગાવાડા નદીમાં કમોસમી વરસાદથી પૂર આવ્યું હતું. ભર ઉનાળે શાગાવાડી નદી બે કાંઠે વહી હતી. હરમડીયા ગામને જોડતા બેઠા કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે કોઝવે પાર કરતાં જોવા મળ્યા હતાં. (20 માર્ચના વરસાદની અપડેટ) ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા
ખેડૂતો અને બગીચા માલિકો ચિંતામાં છે કે આ વરસાદથી કેસર કેરી અને અન્ય ફળ પાકને નુકસાન થઈ શકે છે. ગીર-ગઢડા અને ઉના વિસ્તારમાં ખેડૂતોએ પાકની રક્ષા માટે વધારાના પ્રયાસો શરૂ કર્યા છે. હવામાન વિભાગે નાગરિકોને ભારે પવન અને વરસાદ દરમિયાન સાવચેત રહેવા અને બહાર નીકળતી વખતે સાવધાની રાખવાની સલાહ આપી છે. (19 માર્ચના કમોસમી વરસાદની પળેપળની અપડેટ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!