
Panchmahal Ghoghamba Child Marriage: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં થવા જઈ રહેલા બાળ લગ્નને અટકાવવામાં ચાઈલ્ડ હેલ્પ લાઈન 1098ની ટીમને મોટી સફળતા મળી છે. સમયસર મળેલી બાતમી અને ટીમની ત્વરિત કાર્યવાહીને પગલે એક સગીરાનું જીવન અંધકારમય બનતા અટકી ગયું છે.
1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબરમાં કોલ આવતા ટીમ એક્શનમાં
મળતી માહિતી અનુસાર, ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર 1098 પર એક જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે ઘોઘંબા પાસેના એક ગામમાં બાળ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આ માહિતી મળતાની સાથે જ ચાઈલ્ડ હેલ્પ લાઈન પંચમહાલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
