
Fuel Rumours Trigger Rush in Vadodara: વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી અફવાઓએ જોર પકડ્યું છે. આ અફવાઓને કારણે વડોદરાના લગભગ તમામ પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થિતિ વધુ ન વકરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે.
પેટ્રોલ પંપો પર પોલીસ તહેનાત
મળતી માહિતી અનુસાર, મંગળવારે (24મી માર્ચ) સવારથી જ વડોદરા શહેરના મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગી હતી.
