ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરખબર ક્રમાંક GPRB/202526/1 મુજબ આવનારી લેખિત પરીક્ષા અંગે મહત્વની માહિતી જાહેર કરાઈ છે. ઉમેદવારો 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે
પો.સ.ઇ. કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા તા. 19 એપ્રિલ 2026, રવિવારના રોજ યોજાનાર છે. પરીક્ષા માટેના કોલલેટર ઉમેદવારો 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2.00 વાગ્યાથી સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સમયસર પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી લે અને તેમાં દર્શાવેલ સૂચનાઓનું પાલન કરે. કોલલેટર વગર પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા દિવસ પહેલા પોતાનું પરીક્ષા કેન્દ્ર, સમય અને જરૂરી દસ્તાવેજોની પુષ્ટિ કરી લેવા પણ સૂચના આપવામાં આવી છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે બોર્ડ દ્વારા તમામ માહિતી ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર જ વિશ્વાસ રાખવા અને અફવાઓથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!