હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના સુરત સિવાય અન્ય જિલ્લાઓના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. હાલમાં ગુજરાતના 6 શહેરોમાં ગરમીનો પારો 40°Cને પાર પહોંચી ગયો છે. રાજકોટને પાછળ છોડીને સુરેન્દ્રનગર 41.2°C સાથે સૌથી ગરમ શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સુરતના મહત્તમ તાપમાનમાં 4°Cનો વધારો નોંધાયો છે, જ્યારે ભાવનગરમાં 2°Cનો વધારો થયો છે. બીજી તરફ, ગાંધીનગર અને રાજકોટના તાપમાનમાં 1°Cનો ઘટાડો નોંધાયો છે. 19થી 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને પગલે વિવિધ શહેરોમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટી શકે છે. આજે અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. વહેલી સવારે સુરત ‘ધુમ્મસની ચાદર’માં લપેટાયું
સુરતમાં આજે (18 એપ્રિલ) વહેલી સવારે કુદરતનું અનોખું રૂપ જોવા મળ્યું હતું. શહેર ગાઢ ધૂમમ્સના આઘોશમાં જોવા મળ્યું હતું. વહેલી સવારે વિઝિબિલિટી એટલી ઓછી થઈ ગઈ હતી કે સામેની બિલ્ડિંગો પણ દેખાતી બંધ થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકો અને નોકરીયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા, તાપમાન ઊંચું જ રહેશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યાં મુજબ, આજે સમગ્ર રાજ્યમાં હવામાન ખાસ કરીને સુકું રહેશે. આવનારા ત્રણ દિવસ એટલે કે 19, 20 અને 21 એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તાપમાનની વાત કરીએ તો આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. આજના દિવસે અમદાવાદમાં તાપમાન લગભગ 42 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આવતીકાલ પછી અમદાવાદમાં આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. આ સમગ્ર હવામાન બદલાવનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. એપ્રિલના અંતમાં કાળઝાળ ગરમી પડશેઃ અંબાલાલ પટેલ
હવામામ નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી કરતા કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે 19, 20 અને 21 એપ્રિલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. પંચમહાલના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. દરિયો તોફાની બનવાની સાથે દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કરા પડવાની પણ સંભાવના છે. આગામી 26, 27, 28 એપ્રિલના રોજ વધુ ગરમી પડવાની આગાહી છે. રાજ્યમાં એપ્રિલના અંતમાં મહત્તમ તાપમાન 42થી 43 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. 29 એપ્રિલથી લગભગ મેની શરૂઆતમાં ફરી હવામાનમાં પલટો આલશે, જેમાં 11થી 20 મેમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે. 23 મે આસપાસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ફરી એક હલચલ જોવા મળશે. રાજસ્થાન-યુપીમાં હીટવેવ વચ્ચે વરસાદ, દિલ્હીમાં તાપમાન 10°C સુધી ઘટ્યું
દેશના લગભગ તમામ રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. આ દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીમાં શુક્રવારે વરસાદે થોડી રાહત આપી છે. તેમ છતાં આ રાજ્યોમાં પારો 40°C થી ઉપર રહ્યો. રાજસ્થાનના બાડમેરમાં દિવસનું તાપમાન 42.9°C અને જેસલમેરમાં 42.8°C નોંધાયું. દિલ્હીમાં પણ 41°C પારો સાથે ગઈકાલનો દિવસ આ વર્ષનો સૌથી ગરમ રહ્યો. જોકે, સાંજે હળવા વરસાદથી તાપમાન 7થી 10°C સુધી ઘટી ગયું. હવામાન વિભાગ અનુસાર, આગામી 2-3 દિવસમાં ફરી તાપમાન વધી શકે છે અને હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!