પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આંબેડકરવાસ વિસ્તાર પાસે ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાધનપુર વોર્ડ -૧ના નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરતાં કામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વપરાતો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જયાબેન ઠાકોરે જણાવ્યું કે નગરપાલિકાની “મીઠી નજર” હેઠળ કોન્ટ્રાકટર દ્વારા મોટા પાયે ગેરરીતિઓ કરવામાં આવી રહી છે. સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારી હાજર ન હોવાને કારણે કામની ગુણવત્તા અંગે વધુ સવાલો ઊભા થયા છે.

આ દરમિયાન પૂર્વ નગરપાલિકા પ્રમુખ કાનજીભાઈ પરમાર અને શહેર મહિલા પ્રમુખ સમીરાબેન ઘાંચી સહિત કોંગ્રેસના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક કામ રોકાવી પહેલા યોગ્ય રીતે પાણીનો છંટકાવ કરવા તેમજ મજબૂત અને ગુણવત્તાસભર સામગ્રીનો ઉપયોગ કરવાની માંગ કરી હતી.

જયાબેન ઠાકોરે વધુમાં જણાવ્યું કે જરૂર પડશે તો રોડના PCC કામના નમૂનાઓની લેબોરેટરીમાં તપાસ કરાવી સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.સાથે જયાબેન એ પણ આક્ષેપ કર્યા છે કે રાધનપુર નગરપાલિકા સત્તાધીસો અને એજન્સી તેમજ એન્જીનીયરની મીલીભગતથી મોટા પાયે ભ્રસ્ટાચાર આચરવામાં આવી રહેલ છે સાથે આ કામગીરીની ગુણવતા ના હોઈ તમામે બીલો અટકાવી પેમેન્ટનું ચુકવણું ના કરવા સુધી ઉપર રજુઆતો કરવામાં આવશે આ ઘટનાએ રાધનપુર નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!