દિલ્હીના હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડીંગોમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતા નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમય મર્યાદા પૂર્ણ થઈ જતા ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા થલતેજ, વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરવામાં આવી છે. ‘રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ, LPG ગેસ પાઇપલાઇન લીકેજ હતી’
અમદાવાદ ફાયર બ્રિગેડના ડિવિઝનલ ફાયર ઓફિસર એસ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, દિલ્હીમાં હોટેલમાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ફાયર જોખમ નિવારણ, જીવન સુરક્ષા (Life Safety), કાયદાકીય પાલન (Compliance), વિજિલન્સ ચેકિંગ અને અમલવારી (Enforcement) અંતર્ગત ચેકિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલીક હોટલોમાં ફાયર સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત નહોતી, રસોડામાં ફાયર સસ્પેન્શન સિસ્ટમનો અભાવ હતો. LPG ગેસ પાઇપલાઇન લીકેજ હતી.
નોટિસની 7 દિવસની સમય મર્યાદા પૂર્ણ થતાં 6 હોટેલ સીલ
અલગ અલગ હોટલોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા ફાયર સિસ્ટમમાં ખામીથી લઈને બિલ્ડીંગમાં રહેલી ખામીઓ અંગે નોટિસ આપવામાં આવી હતી. 7 દિવસની સમય મર્યાદા સાથેની નોટિસ આપવામાં આવી હતી, જેમાં ખામીઓ દૂર કરવા અંગે જણાવ્યું હતું. જોકે કેટલીક હોટેલો દ્વારા નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા થલતેજ, બોડકદેવ વિસ્તારની 6 જેટલી હોટેલોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય ફાયર સેફ્ટી ઉલ્લંઘનો કિચન વિભાગ. બિલ્ડિંગ વિભાગ ઇલેક્ટ્રિકલ વિભાગ ફાયર રિસ્ક મિટિગેશન માટે 20 મહત્વપૂર્ણ પગલાં
1. માન્ય ફાયર NOC મેળવવી.
2. ફાયર એલાર્મ સિસ્ટમ કાર્યરત રાખવી.
3. સ્પ્રિંકલર સિસ્ટમનું માસિક ટેસ્ટિંગ.
4. હાઇડ્રન્ટ અને હોઝ રીલની ચકાસણી.
5. કિચન હૂડ સપ્રેશન સિસ્ટમ સ્થાપિત કરવી.
6. LPG લીકેજ ડિટેક્શન સિસ્ટમ લગાવવી.
7. ઇમરજન્સી એક્ઝિટ હંમેશા ખુલ્લી રાખવી.
8. EXIT સાઇનેજ પ્રકાશિત રાખવી.
9. સ્ટાફને ફાયર ડ્રિલ તાલીમ આપવી.
10. ફાયર વોર્ડન નિમણૂક કરવી.
11. ઇલેક્ટ્રિકલ ઓડિટ કરાવવું.
12. ધુમાડા નિયંત્રણ (Smoke Management) સિસ્ટમ જાળવવી.
13. ફાયર પંપનું સાપ્તાહિક પરીક્ષણ.
14. સ્ટેરકેસ પ્રેશરાઇઝેશન જાળવવું.
15. ફાયર કંટ્રોલ રૂમ કાર્યરત રાખવો.
16. ઇમરજન્સી પ્રતિસાદ યોજના તૈયાર કરવી.
17. હોટેલ રૂમમાં ઇવેક્યુએશન મેપ લગાવવો.
18. ગેસ્ટ અને સ્ટાફ માટે સેફ્ટી સૂચનાઓ પ્રદર્શિત કરવી.
19. તમામ ફાયર સાધનોની AMC નોંધ મુજબ જાળવણી કરવી.
20. કાયદાકીય ખામીઓનું તાત્કાલિક રેક્ટિફિકેશન કરવું. ફાયર સેફટી નહીં હોય તો કાર્યવાહી થશે
“ફાયર સેફ અમદાવાદ” અભિયાન અંતર્ગત તમામ હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, બેન્ક્વેટ હોલ અને કોમર્શિયલ બિલ્ડિંગોએ અગ્નિ સુરક્ષા કાયદા, NBC Part-4, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી માપદંડો તથા AMCની સૂચનાઓનું કડક પાલન કરવું જરૂરી છે. જાહેર સુરક્ષા સર્વોપરી છે અને ગંભીર ઉલ્લંઘન સામે સીલિંગ, દંડાત્મક કાર્યવાહી તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.