સાંતલપુર પોલીસે દારૂની હેરાફેરી અટકાવવા માટે હાથ ધરેલી કાર્યવાહી દરમિયાન મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પીપરાળા ચેકપોસ્ટ પર રાત્રિના સમયે ગોઠવાયેલા ચેકિંગ દરમિયાન રાજસ્થાનના બાડમેરથી ભુજ તરફ જઈ રહેલી એક પેસેન્જર લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે બસની સઘન તપાસ કરતાં તેમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની બિયર અને વિદેશી દારૂની કુલ 1,092 બોટલો મળી આવી હતી. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત રૂ. 3,29,652 હોવાનું જાણવા મળ્યું છે.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂ ઉપરાંત હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી લક્ઝરી બસ, મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કુલ મળીને અંદાજે રૂ. 18,49,652 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં દારૂને બસના ખાસ બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવી ગુજરાતમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સરહદી વિસ્તારોમાં સતત દેખરેખ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામે આ મહત્વની કાર્યવાહી સફળ બની છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!