પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડવાડા ગામે દર વર્ષની પરંપરા મુજબ મા ચામુંડા માતાના પવિત્ર હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મા ચામુંડા માતાના વંશજો, ગ્રામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

હવન-પૂજન બાદ ભાવિકોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે મા ચામુંડા માતાના જયઘોષ કર્યા. સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. દર વર્ષની જેમ ઉજવણી નિમિત્તે ગામમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આનંદ માણ્યો હતો.
કાર્યક્રમના અંતે ગાજા-વાજા સાથે મા ચામુંડા માતાના નેજા ચઢાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
The Gujarat Live News રિપોર્ટર : મગસિ ઠાકોર (મુડવાડા)
