અંબાજી ખાતે ભાદરવી મેળામાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે. દૂર દૂરથી પદયાત્રીઓ પણ મેળામાં આવી રહ્યા છે. કોઈ ભક્તને માતાજીની માનતાથી નોકરી મળી ગઈ છે તો કોઈની દીકરીના માથાની ગાંઠનું ઓપરેશન સફળ થઈ ગયું છે. દિવ્ય ભાસ્કરે ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા ભક્તોને તેના અનુભવો વિષે પૂછ્યું હતું. જેમાં તેઓએ માતાજી પ્રત્યેના આસ્થાના ભાવથી જવાબો આપ્યા હતા. આ માઇ ભક્તોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
