વડોદરાની 23 વર્ષીય રેસલર હિમાની હિરાણીએ તુર્કી ખાતે ઇન્ટરનેશનલ કુસ્તીમાં 71 કિલો વેઈટ કેટેગરીમાં રશિયન રેસલરને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. અત્યંત આર્થિક સંઘર્ષો વચ્ચે મેળવેલી આ સિદ્ધિ બાદ તુર્કીથી વડોદરા રેલવે સ્ટેશન પર પરત ફરેલી હિમાનીનું ઢોલ-નગારા સાથે ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓટો રિક્ષા ચલાવતા પિતા પ્રકાશભાઈ હિરાણી અને ગૃહિણી માતાએ આર્થિક તંગી હોવા છતાં પોતાની બંને દીકરીઓના રમતગમતના સપના પૂરા કરવા સખત પરિશ્રમ કર્યો છે. હિમાનીએ તેની કુસ્તીની સફર વડોદરાના સલાટવાડા સ્થિત નારાયણ ગુરુ વ્યાયામ શાળાથી શરૂ કરી હતી. વર્ષ 2016માં આવેલી ‘દંગલ’ ફિલ્મથી પ્રેરણા મેળવીને માતા-પિતાએ પોતાની બંને દીકરીઓને કુસ્તીના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કરી હતી. પરિવારની મોટી દીકરી હિમાનીએ ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે, જ્યારે નાની દીકરી મેઘા પણ રાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીતી ચૂકી છે અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું ધરાવે છે. ‘અહીં સુધી પહોંચવા બહુ સંઘર્ષ કરવો પડ્યો’: હિમાની
રેસલર હિમાનીએ જણાવ્યું હતું કે, મેં 2016થી રમવાની શરૂઆત કરી હતી. મેં નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી હતી. 2016માં સ્ટેટ લેવલે મેડલ જીત્યા બાદ મારી સફર આગળ વધી અને ત્યાર પછી નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ મેડલ મેળવ્યા. મારા પપ્પા રિક્ષા ચલાવે છે અને મમ્મી હાઉસવાઇફ છે. અહીં સુધી પહોંચવા માટે બહુ સંઘર્ષ કરવો પડ્યો છે, જેમાં પ્રેક્ટિસ કરવાની સાથે સાથે મુસાફરી કરવા અને બધી વ્યવસ્થા કરવામાં ખૂબ કઠિનાઈઓનો સામનો કરવો પડ્યો હતો. ‘ઇન્ટરનેશનલ લેવલે આ મારો પહેલો ગોલ્ડ મેડલ છે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તુર્કીમાં યોજાયેલી સ્પર્ધામાં લગભગ 65 દેશોએ ભાગ લીધો હતો. અમે 12 સપ્ટેમ્બરે દિલ્હી ગયા હતા, જ્યાં 4 દિવસનો કેમ્પ હતો. 18 તારીખે અમારી ફ્લાઇટ હતી અને 19 તારીખથી ટૂર્નામેન્ટ શરૂ થઈ હતી, મેં 71 કિલોગ્રામ કેટેગરીમાં રમીને ભાગ લીધો હતો. પહેલાં હું ટીમ ગેમ રમતી હતી, પરંતુ પછી મને થયું કે કોઈ સોલો ગેમમાં આગળ વધવું જોઈએ. તે જ સમયે મેં ‘દંગલ’ મૂવી જોઈ, જેનાથી પ્રેરિત થઈને મેં આ રમત પસંદ કરી. મારા માતા-પિતાનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે, જેના લીધે જ હું અહીં સુધી પહોંચી શકી છું. આ ઉપરાંત સરકાર તરફથી પણ પૂરતો સહયોગ મળી રહ્યો છે. હું 4-5 કલાક અખાડામાં બેસી રહેતો હતો: પ્રકાશભાઈ હિરાણી
હિમાનીના પિતા પ્રકાશભાઈ હિરાણીએ જણાવ્યું હતું કે, મને પહેલેથી જ આશા હતી કે, મારી દીકરી ઇન્ટરનેશનલ લેવલે દેશનું નામ રોશન કરશે. નેશનલ રમતોમાં તેણે 8 મેડલ મેળવ્યા છે. ઇન્ટરનેશનલ લેવલે મેડલ મેળવવાની આશા હતી તે આજે પૂરી થઈ છે અને મારું સપનું પણ પૂર્ણ થયું છે. હું પોતે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવું છું. મારી દીકરી રમવા જાય ત્યારે હું 4-5 કલાક અખાડામાં બેસી રહેતો હતો. મારી દીકરી બારડોલી, નડિયાદ, રાજપીપળા વગેરે જગ્યાએ એક-એક વર્ષ સુધી મેચો રમવા જતી હતી. હું રેલ્વે સ્ટેશન પર હતો ત્યારે મેડલ જીત્યાના સમાચાર મળ્યા. મારી દીકરી સાથે રહેલા અક્ષયભાઈએ મને વીડિયો અને ફોટા મોકલ્યા હતા. તે જોઈને મેં સ્ટેશન પર બધાને બતાવ્યું અને ખૂબ ખુશ થયો. એ દિવસે મેં ધંધો પણ ન કર્યો અને ઘરે આવતો રહ્યો. પરિવારમાં પણ બધા ખૂબ ખુશ છે. હું હજુ પણ તેને વધુ ઉપરના લેવલે જોવા માગું છું. આ તો માત્ર એક શરૂઆત છે. નેશનલ પછી ઇન્ટરનેશનલ અને હજુ પણ તે આગળમાં આગળ વધતી રહે તેવી મારી આશા છે. હું પણ ઇન્ટરનેશનલ લેવલે દેશનું નામ કરવા માગું છું: મેઘા હિરાણી
હિમાનીની બહેન મેઘા હિરાણીએ જણાવ્યું હતું કે, મારી બહેનને ઇન્ટરનેશનલ લેવલે મેડલ મળ્યો હતો, તેથી મને પણ ખૂબ આશા હતી. અમે 2016થી રમી રહ્યા છીએ. મારા મમ્મી-પપ્પાએ ત્યારથી જ અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. 2016 પછી અમને હવે ઇન્ટરનેશનલ લેવલે મેડલ મળ્યો છે. હું અને મારી બહેન બંને કુસ્તી રમીએ છીએ. મેં નેશનલ લેવલે રેસલિંગમાં ત્રીજો નંબર મેળવ્યો છે. હું પણ ઇન્ટરનેશનલ લેવલે રમીને દેશનું નામ કરવા માગું છું. તેણે મારી આશા કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું: મીનાબેન હિરાણી
હિમાનીની માતા મીનાબેન હિરાણીએ જણાવ્યું હતું કે, અમે બધા ખૂબ જ ખુશ છીએ. અમારા પરિવારવાળા, સોસાયટીના લોકો અને સગા-સંબંધીઓ બધા જ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છે. આમાં એના પપ્પાની મહેનત, દીકરીની પોતાની મહેનત અને અખાડાના કોચની મહેનત—એમ બધાની મહેનત આજે રંગ લાવી છે. જ્યારે તે રમવા જતી હતી ત્યારે મને એવો વિશ્વાસ નહોતો કે ગોલ્ડ મેડલ લાવશે. મેં તો તેને કહ્યું હતું કે સિલ્વર મેડલ લાવશે તો પણ મારા માટે ઈનામ સમાન છે. પરંતુ તેણે મારી આશા કરતાં પણ વધુ સારું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે, તેથી ખૂબ સરસ લાગી રહ્યું છે.