સરકારી યોજનાઓમાં જરૂરી આવકનો દાખલો આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ચૂંટણીકાર્ડ પાનકાર્ડમાં સુધારા વધારાના જેવા કામો અરજદારો સરળતાથી કરાવી શકે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે ચાણસ્મા મામલતદાર કચેરી અને ચાણસ્મા પાલિકાના સંયુક્ત ઉપક્રમે શારદાબા હોલ ખાતે શહેરી કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સવારથી ચાણસ્મા નગરના અરજદારો તેમના વિવિધ સરકારી કામમાં જરૂરી સાધનીક કાગળોના કામ માટે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતl આઇસીડીએસ આરોગ્ય વન વિભાગ ના કર્મચારીઓ સહિત મામલતદાર કચેરીનાં. કોમ્યુટર ઓપરેટરો દ્વારા સેવા સેતુ કાર્યક્રમમાં સુંદર સેવા બજાવી હતી મામલતદાર વી એસ ગઢવી તેમજ ચીફ ઓફિસર પટેલના માર્ગદર્શન નીચે સેવા સેતુ કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું

The Gujarat Live News રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!