પાટણ જિલ્લાના રાધનપુર શહેરને જાણે કોઈની નજર લાગી હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે

રાધનપુર ના યુ જી વી સી એલ ના કર્મચારીઓ દ્વારારાતોરાત વિકાસ કરતા હોય તેવી રીતે ગટરની અંદર જ વીજ પોલ લગાવી અત્યંત ઝડપી વિકાસ તરફ રાધનપુર શહેરને લઈ જઈએ રહ્યા છે હમણાં મીરા દરવાજા થી શાંતિધામ જતા રસ્તા ઉપર એક નવીન વીજપોલ નાખવામાં આવ્યો પણ કામમાં બેદરકારી દાખવી વીજપોલને ગટરમાં ફિટ કરી તેઓની કામગીરી પૂર્ણ કર્યાનો આનંદ અનુભવતા અધિકારીઓએ લોકોની હાલાકીની પરવા કર્યા વગર વીજ કનેક્શન ચાલુ કરવામાં આવ્યા આ પોલ ગમે ત્યારે ધરાશાહી થાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય એવા ભય થી આજુબાજુના રહીશો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ના થતા લોકોમાં ugvcl ઉપર અસંતોષની લાગણી પ્રસરી હતી જો આ વીજબોલની ઝડપથી મરામત કરી યોગ્ય રીતે ફીટ કરવામાં નહીં આવે તો આ વીજપોલ મોટી જાન હાની નોતરી શકે તેવી ભીતી સેવાઈ રહી છે આ વીજ પોલના વાયર પણ રાહદારી રસ્તા ઉપર આવતા હોવાથી અને ત્યાંથી મોટા વાહનો પસાર થતા હોવાથી ગમે ત્યારે બહુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે તો તાત્કાલિક આ વાયર અને વીજપોલનું સમારકામ હાથ ધરે તેવીલોકમાંગ ઉઠવા પામી છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
