વધુ એક યશકલગી..ગૌરવ રૂપ સન્માન

બોટાદ ના પ્રકૃતિ પ્રેમી અને બોટાદ મુક્તિધામ (સ્મશાન ભૂમિ) ને સુંદર હરિયાળું બનાવનાર અને પરિસર માં શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન , રાશિ વન નું નિર્માણ કરનાર અને બોટાદ શહેર અને જીલ્લા માં વૃક્ષારોપણ ઝુંબેશ , જલ સંચય અભિયાન માં ઉત્તમ યોગદાન અને પર્યાવરણ સંરક્ષક તરીકે ઉમદા કાર્યવાહી કરનાર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ માટે પસંદગી થઈ છે.જે એવોર્ડ શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર (ખેડબ્રહ્મા ) પ્રેરિત અને શ્રી રિહેન મહેતા વિદ્યાલય – માંકડી આયોજિત આગામી તા.૧૫/૯/૨૫ ના રોજ ગાયત્રી તીર્થ , અંબાજી ખાતે મહાનુભાવો ના વરદ હસ્તે આપી સન્માનિત થશે.આ સમારોહ માં ગુજરાત ભર ના પર્યાવણ અંગે ઉત્તમ કામગીરી કરનાર પ્રકૃતિ પ્રેમી મિત્રો નું સન્માન થનાર છે.આ કાર્યક્રમ ના સુચારુ આયોજન માટે પ્રિ. રાકેશભાઈ પ્રજાપતિ તથા સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

સી.એલ.ભીકડીયા ને આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા જોધપુર ખાતે રાષ્ટ્રીય અધિવેશન માં વૃક્ષા રોપણ ઝુંબેશ અને પર્યાવરણ ની ઉત્તમ કામગીરી સબબ એવોર્ડથી નવાજવામાં આવેલ. અને જાયન્ટ્સ ફેડરેશન ૩/ B (ગુજરાત રાજયકક્ષા) ના વાર્ષિક અધિવેશન માંડવી (કચ્છ) ખાતે ગ્રીન મેન નો એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરેલ. તેમજ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ – ૨૦૨૩ મહા મહીમ શ્રીમંતી આનંદીબહેન પટેલ (ગવર્નર- ઉત્તર પ્રદેશ) ના વરદ હસ્તે અને પદ્મશ્રી સચિદાનંદ સ્વામીજી ની વિશેષ ઉપસ્થિતમાં મળેલ.

આમ સી.એલ.ભીકડીયા ને વધુ એક પર્યાવરણ ક્ષેત્રે એવોર્ડ મળતા બોટાદ જીલ્લા નું ગૌરવ વધારેલ છે.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!