જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી આજે જૂનાગઢ આવશે. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થયા બાદ તેઓ સીધા જ ભવનાથ તળેટી પહોંચી પ્રમુખોને માર્ગદર્શન આપશે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે. 26 જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં છેલ્લે હાજરી આપી હતી. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર આગમન થશે
આજે ગુજરાત મુલાકાતે આવી રહેલા રાહુલ ગાંધીનું જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર બપોરે 1 વાગ્યે આગમન થશે. જ્યાંથી તેઓ સીધા રોડમાર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચશે. આ પહેલા કાળવા ચોક ખાતે સ્વાગત કરાશે. પ્રશિક્ષણ શિબિરનો આજે ત્રીજો દિવસ જૂનાગઢની ભવનાથ તળેટીમાં બુધવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે શિબિરનો પ્રારંભ કરાયો હતો. બીજા દિવસે પ્રો. હેમંતકુમાર શાહ દ્વારા અર્થશાસ્ત્ર બાબતે પ્રમુખોને જરુરી માર્ગદર્શન આપ્યું હતું. હવે આજે ત્રીજા દિવસે રાહુલ ગાંદી શહેર-જિલ્લા પ્રમુખોને સંબોધશે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 2027નો રોડમેપ તૈયાર કરાશે
ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સક્રીયતાના કારણે કોંગ્રેસ ભાજપ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આમ આદમી પાર્ટી પણ ગુજરાતામાં મજબૂત થવાના પ્રયાસ કરી રહી છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ 2027ની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં જ હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતમાં સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ સંગઠનનું નવસર્જન કરાયું. હવે આ તમામ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને માર્ગદર્શન આપી આગામી ચૂંટણીઓને લઈ રણનીતિ ઘડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. છેલ્લા સાત મહિનામાં રાહુલ ગાંધીની પાંચમી ગુજરાત મુલાકાત જુલાઈમાં આણંદમાં યોજાયેલી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધીએ હાજરી આપી હતી 26 જુલાઈના રોજ રાહુલ ગાંધીએ આણંદમાં યોજાયેલી શિબિરમાં ભાગ લીધો હતો. રાહુલ ગાંધીએ ભાજપને પડકાર આપતા કહ્યું હતું કે, ગુજરાતમાં પણ અયોધ્યાની જેમ હરાવીશું. આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસ ગુજરાતમાં સત્તાધારી પક્ષને સખત ટક્કર આપવા માટે તૈયાર છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) માર્ચમાં અમદાવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું- ‘ગુજરાત કોંગ્રેસના અડધા નેતા ભાજપ સાથે મળેલા’ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચ ગુજરાતમાં રહ્યા હતા. અમદાવાદમાં તેમના કાર્યક્રમ દરમિયાન પ્રથમ દિવસે કોંગ્રેસના પ્રદેશથી લઇને તાલુકા કક્ષાના આગેવાનો સાથે ચર્ચામાં પસાર કર્યો. રાહુલ ગાંધીએ આખાં દિવસમાં 500થી વધુ કોંગ્રેસી નેતાઓની સાથેની ચર્ચા દરમિયાન તેમને ઝીણવટથી ચકાસ્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાત કોંગ્રેસનો તાગ મેળવી લીધો હતો. પહેલા દિવસે તો ખાસ બોલ્યા નહીં અને માત્ર સિનિયર્સથી લઈ કાર્યકરોની વાત સાંભળી હતી. ત્યારબાદ 8 માર્ચે 2 હજાર કોંગ્રેસના કાર્યકરો માટે જેડ હોલમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના કોંગ્રેસના હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટના પ્રમુખો પણ હાજર હતા. આ 45 મિનિટના કાર્યક્રમને 25 મિનિટ સંબોધતાં રાહુલ ગાંધી એકદમ તડાફડી અને આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે કોઈપણની શેહ શરમ ભર્યા વિના કહ્યું હતું કે, રાહુલ ગાંધી અને સેક્રેટરી તથા અધ્યક્ષ સહિત અમે નિષ્ફળ રહ્યા છીએ. આ વાત કરવામાં હું શરમ પણ અનુભવતો નથી. જો આપણે સંબંધો બનાવવા છે તો બે ગ્રુપનું કંઈક કરવાનું છે. જો કાર્યવાહી કરવી પડશે તો કરીશું. 10થી 15 લોકોને કાઢી મૂકવા પડે તો કાઢી નાખીશું. 5 ટકા વોટ શેર વધ્યો એટલે વાત પૂરી. (સંપૂુર્ણ સમાચાર વાંચો) કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠક પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!