ચિંતા ના કરતા સરકાર તમારી સાથે છે – પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા
પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે પીડિત પરિવારને સહાયનું વિતરણ કરવામાં આવ્યું

પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભરેલા વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ વિસ્તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે. સરહદી વિસ્તારના ગામડાઓ રાધનપુર – સાંતલપુર તાલુકાના ગામડાઓ જેમ કે નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરા વગેરે માં ભારે વરસાદના લીધે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે.
આ વિસ્તારમાં જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના તાલુકાઓની મુલાકાત લીધી હતી. જ્યાં સરહદી વિસ્તારમાં વસતા ગ્રામીણોને વિશ્વાસ અપાવ્યો હતો કે આ વિકટ ની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર તમારી પડખે છે. પ્રભારી મંત્રીશ્રી એ સરહદી ગામડાઓ જેવા કે નલિયા, કલ્યાણપુરા, બકુત્રા, બરારા, વોવા, રણમલપુરા, બાબરાની મુલાકાત લીધી હતી.
પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરહદી તાલુકામાં વરસાદના લીધે નુકશાન થયું છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે છે. આવા કપરા સમયમાં આપણી પણ ફરજ છે કે આવી પરિસ્થિતિમાં આપણે સૌ સાથે રહીને એકબીજાને મદદરૂપ બનીએ. જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખેડૂતો, પશુપાલકોને થયેલા નુકશાનના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર વિકટ પરિસ્થિતિમાં તમારી સાથે છે. આપ સૌ ચિંતા ના કરતા સરકાર તમારા જોડે છે.
નલિયા :
નલિયામાં આવેલ પૂરના લીધે ગામના યુવાનો અવસાન પામ્યા હતા. આવા દુખદ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈ દુઃખની ઘડીમાં સામેલ થયા હતા. પરિવારને મળીને સાંત્વના આપી હતી. ગામવાસીઓએ નલિયા ગામમાં આવેલ પૂરમાં હજુ એક યુવાનની બોડી હજુ સુધી મળી નથી તેવી રજૂઆતના સંદર્ભમાં પ્રભારી મંત્રીશ્રી દ્વારા યુવાનની બોડી સત્વરે મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રીશ્રીના હસ્તે પીડિત પરિવારને ચેક અર્પણ કરી દુઃખની ઘડીમાં સામેલ થયા હતા.
પર :
ભારે વરસાદના લીધે પશુપાલકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે. એવા પશુપાલકોને સહાય વિતરણ પ્રભારી મંત્રીના હસ્તે સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું.
બકુત્રા:
વરસાદના લીધે પશુપાલકોએ પોતાના પશુ મરણ થયું છે એમને પ્રભારી મંત્રીના હસ્તે પશુપાલકોને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
બરારા:
વરસાદના લીધે થયેલ નુકશાન અંતર્ગત પ્રભારી મંત્રીના હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
દાત્રાણા :
પ્રભારી મંત્રી શ્રી દ્વારા ગામલોકોની રજૂઆત સાંભળી તેમનો સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી. ઉપરાંત સહાય વિતરણ કરવામાં આવ્યું.
વૌવા
પ્રભારી મંત્રી શ્રી દ્વારા ગામલોકો જોડે સીધો સંવાદ કર્યો અને વહીવટી તંત્ર તમારી સાથે છે તે બાબતની ગામલોકોને ખાતરી આપવામા આવી. ઉપરાંત પ્રભારી મંત્રીના હસ્તે સહાયનો ચેક વિતરણ કરવામાં આવ્યો.
મઢુત્રા :
મઢુત્રા ગામના આગેવાનો જોડે પ્રભારી મંત્રીએ સીધો સંવાદ કર્યો હતો. અહીં પાણી ભરાઈ રહેવાની સમસ્યા મંત્રીશ્રી એ સાંભળી હતી. આ સમસ્યાઓનો કાયમી ધોરણે ઉકેલ લાવવા સંબધિત અધિકારીશ્રીને મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
રણમલપુરા:
રણમલપુરા આવેલ પૂરના લીધે ગામમાં અકસ્માતની ઘટના બની હતી. પ્રભારી મંત્રીશ્રીએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપી હતી. મંત્રીશ્રીએ ગામના લોકોની સમસ્યા સાંભળી તેમનો ઉકેલ લાવવાની વાત કરી હતી.
બાબરા :
પ્રભારી મંત્રી શ્રી દ્વારા ગામલોકોની રજૂઆતના સંદર્ભે સત્વરે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી. ઉપરાંત સહાય વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર, રાધનપુર ધારા સભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ.પટેલ, નિવાસી અધિક કલેકટર શ્રી વી.સી.બોડાણા, સંગઠનના પદાધિકારીઓ શ્રી રમેશભાઈ સેંધવ, ગામના આગેવાનો, ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
