પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ તેમજ ના.પો.અધિ.સા.શ્રી,રાધનપુર ડિવિઝીન નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનતા બનાવો અટકાવવા સારૂ સુચના કરેલ હોઇ જે સુચના આધારે અમો પોલીસ સ્ટાફના માણસો વારાહી પો. સ્ટ્રે. ગુરનં-૧૧૨૧૭૦૩૬૨૫૦૪૪૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ-૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામે ઘરફોડ ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમના મુદ્દામાલ બાબતે તપાસમા હતા તે દરમ્યાન સાથેના અ.પો.કો લક્ષ્મણભાઇ પેથાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ઈસમ કોરડા ગામ બાજુથી ખાનગી વાહનમા બેસી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના વેચાણ સારૂ વારાહી આવનાર છે તેવી સચોટ બાતમી હકીકત આધારે અમો પોલીસ સ્ટાફના માણસો સાથે વારાહી થી કોરડા જતા માનપુરા ફાટકથી આગળ માનપુરા તેમજ કોરડા જવાના ત્રણ રસ્તા પાસે વોચ તપાસમાં રહેતા મજકુર ઇસમ આવતા તેને કોર્ડન કરી પુછપરછ કરી અંગઝડતી કરતા સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧, સોનાની વીંટી નંગ-૦૧ તથા રોકડ રકમ રૂા. ૧૫,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી તેમજ ઘર ચોરીમા ગયેલ અન્ય મુદામાલ બાબતે સઘન પુછપરછ કરતા હાલ પકડાયેલ બીજા ઈસમને વેચાણ આપેલ છે તેવુ જણાવતા પકડાયેલ ઈસમને સાથે રાખી પકડાયેલ બીજા ઈસમની દુકાને જઈ પુછપરછ કરી ઝડતી કરતા ચાંદીના ત્રણ સિકકા મૃર્તિવાળા તેમજ સોનાની લગડી (સોનાનો ટુકડો) મળી આવેલ હોઈ આમ, કોરડા ગામે બે મહીના થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સોનાચાંદીના દાગીના તેમજ રોકડ રકમના તમામ મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીના નામ, સરનામું-
(૧) હિતેશભાઈ નાનજીભાઈ નારણભાઈ જાતે ચૌધરી ઉ.વ.૨૮ રહે. કોરડા મંદીરયોવાસ તા.સાંતલપુર જી. પાટણ
(૨) વિનોદભાઈ અમીરામભાઈ વૈકુંઠલાલ જાતે સોની ઉ.વ.૪૯ રહે.વારાહી શાંતિનગર સોસાયટી તા.સાંતલપુર જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલ
(૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧
(૨) સોનાની વીંટી નંગ-૦૧
(૩) ચાંદીના ત્રણ સિકકા મૃર્તિવાળા
(૪) સોનાની લગડી (સોનાનો ટુકડો)
(૫) રોકડ રકમ રૂા. ૧૫,૦૦૦/-
