પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી લાઠી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ યજ્ઞમાં લાઠી શહેર અને આસપાસના વિસ્તારના અનેક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. સૌએ સાથે મળીને પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ દેશની પ્રગતિ થાય અને તેઓ લાંબુ આયુષ્ય ભોગવે તેવી પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીએ દેશ માટે અનેક લોક કલ્યાણકારી કાર્યો કર્યા છે અને તેમના નેતૃત્વથી ભારત વિશ્વમાં એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. તેમના જન્મદિવસની ઉજવણી માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ તેમના પ્રત્યે આદર અને સમર્થન વ્યક્ત કરવાનો એક અવસર છે.

આ ઉપરાંત, લાઠીની સિવિલ હોસ્પિટલમાં ફળ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો. દર્દીઓને ફળનું વિતરણ કરીને તેમના જલ્દી સાજા થવાની કામના કરવામાં આવી હતી. આ કાર્યક્રમ સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલ કાનાણી પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તેમણે સૌને પોતાના પરિસર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાની અપીલ કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાઠી ભાજપ પરિવાર તથા નગરપાલીકા લાઠી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ યશસ્વી પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીએ સમાજમાં સેવા અને સ્વચ્છતાનો સકારાત્મક સંદેશ ફેલાવ્યો હતો

આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી જીલ્લા બશ્રીપંચ મોરચાના રાજુભાઈ ભુતૈયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ,નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, નગરપાલીકાના ઉપપ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતના ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ, શહેર ભાજપ સંગઠન, તાલુકા ભાજપ સંગઠન, ગામના અગ્રણીઓ, વડીલો, સિવલ હોસ્પિટલ સ્ટાફ, નગરપાલિકા સ્ટાફ સફાઇ કર્મચારીઓ સંગઠન કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!