
ક્લીનીકમાંથી રૃા.૧૪,૭૦૦ની દવાઓ જપ્ત
રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો
સુરેન્દ્રનગર – લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરને એલસોજી પોલીસે ઝડપી પાડયો છે. પોલીસે ક્લિનીકમાંથી રૃ.૧૪ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
