ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નવી દિલ્હી દ્વારા સમગ્ર ભારતમાં 15 ઓગષ્ટ 2020 થી નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત પાટણ જિલ્લાને 15 ઓગષ્ટ 2023 થી આવરી લેવામાં આવ્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશામુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે આજદિન સુધી સમાજ સુરક્ષા વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, નશાબંધી અને આબકારી ખાતું તથા જીલ્લા કક્ષાની નશામુક્ત ભારત અભિયાન સમિતિ દ્વારા સંયુક્ત રીતે ૨૧૦થી વધુ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો શાળા, કોલેજો, સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતો સહિતના વિવિધ સ્થળોએ યોજાયા હતા. કાર્યક્રમો દરમ્યાન નાગરિકોમાં વ્યસનથી થતા દુષ્પ્રભાવો અંગે સમજ અપાઈ હતી. તેમજ વ્યસન મુક્ત થવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત સતત થતી જનજાગૃતિ પ્રવૃત્તિઓથી પાટણ જિલ્લાના નાગરિકોમાં વ્યસન છોડીને સ્વસ્થ અને પ્રગતિશીલ જીવન જીવવા માટે સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્નો થઈ રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!