અમારી શાળા ઉ.બુ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા,ગોતરકા ખાતે તા : 27 સપ્ટેમ્બર 2025,શનિવાર ના રોજ નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. સમગ્ર શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓએ ભક્તિભાવ સાથે માતાજીની આરતી કરી અને પરંપરાગત ગરબા-રાસ રમ્યા હતા.

વિદ્યાર્થીઓએ રંગીન પરંપરાગત વેશભૂષામાં ભાગ લીધો હતો, જેને કારણે સમગ્ર શાળામાં આનંદમય વાતાવરણ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી,તમામ સારસ્વત મિત્રો તેમજ વાલીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને માતાજી પ્રત્યેની ભક્તિ સાથે ભારતીય સંસ્કૃતિ જાળવવાની પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓ પાસે સમૂહ આરતી કરાવી ગરબા સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
આ રીતે, અમારી શાળામાં આયોજિત નવરાત્રી મહોત્સવ એક યાદગાર પ્રસંગ બની રહ્યો જેમાં સૌએ ખૂબ આનંદ માણ્યો અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
