નવલા નોરતાની છઠ્ઠા દિવસે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી. શનિવારે રાત્રે તમામ શહેરોના ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી ઉભરાયા હતા. સુરતમાં કિંજલ દવેના સૂર પર બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના ગરબે ઘૂમી હતી. કિંજલ દવેએ હમ્બો હમ્બો વિછુડો અને ડાકલા સોંગ્સ રજૂ કરતા સુરતીઓ ઝૂમી ઉઠ્યા હતા. ગાંધીનગરના ‘સફેદ પરિંદે’ના ગરબામાં વ્હાઈટ કલરના કપડા સાથે ગરબે રમતા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો વડોદરામાં યુનાઈટેડ વેના ગરબામાં તો પગ મૂકવાની જગ્યા ન હોય તેવા દૃશ્યો સર્જાયા. રાજકોટમાં પાર્ટી પ્લોટનની સાથે સાથે શેરી ગરબીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગુજરાતમાં આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે રાત્રે જ ગરબા સમયે વલસાડ, તાપી અને ડાંગમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની પધરામણી થઈ ગઈ. વલસાડમાં તો ધોધમાર વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓ રાસ ગરબાની મોજ માણતા જોવાી મળ્યા હતા. કિંજલ દવેના સૂર પર સુરતીઓ ઝૂમી ઉઠ્યા
સુરતમાં યશ્વી નવરાત્રિમાં કિંજલ દવેના સૂર પર સુરતીઓની સાથે સાથે બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ ગરબે ઘૂમી હતી. હમ્બો હમ્બો વિછુડો અને ડાકલા પર સુરતીઓ ઘેલા બન્યા હતા. કિસના વિવાદ વચ્ચે યુનાઈટેડ વેનું ગરબા ગ્રાઉન્ડ ખેલૈયાઓથી છલકાયું
છેલ્લા બે દિવસથી વડોદરાના યુનાઈટેડ વેના ગરબા કેટલાક ખેલૈયાઓએ બનાવેલી રીલ્સના કારણે વિવાદમાં આવ્યું છે. તેની વચ્ચે છઠ્ઠા દિવસે અહીં પગ મૂકવાની જગ્યા ન હોય તેવી સ્થિતિ જોવા મળી. અતુલ પુરોહિત અને તેમની ટીમના સૂર પર ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમતા જોવા મળ્યા. ગાંધીનગરના ‘સફેદ પરિંદે’ના ગરબામાં યુવાધન હિલોળે ચડ્યું
ગાંધીનગરના ઈન્ફોસિટીમાં થતા ‘સફેદ પરિંદે’ગરબામાં ‘કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકાને’, નગરમેં જોગી આયા સહિતના ગીતો પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. સફેદ ડ્રેસ કોડ સાથે ખેલૈયાઓ આકર્ષણ જમાવ્યું હતું. ગુજરાતી એક્ટર યશ સોની વડોદરાનો મહેમાન બન્યો
નવરાત્રિ દરમિયાન ગુજરાતી ફિલ્મ એક્ટર યશ સોની વડોદરાનો મહેમાન બન્યો છે. યશ સોનીએ યુનાઈટેડ વેડ, VNF સહિતના ગરબામાં જઈને ખેલૈયાઓને ઉત્સાહ વધાર્યો હતો. રાજકોટમાં પાર્ટી પ્લોટના ગરબાની સાથે શેરી ગરબાનું આકર્ષણ
રાજકોટમાં પાર્ટી પ્લોટમાં ગરબાની સાથે સાથે અલગ અલગ વિસ્તારમાં થતી શેરી ગરબીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. શેરી ગરબીમાં ખેલૈયાઓ દ્વારા મશાલ રાસ, દોરી રાસ, ઈંઢોણી રાસ સહિતના અવનવા રાસ રજૂ કર્યા હતા. વલસાડમાં વરસતા વરસાદમાં ગરબાની રમઝટ જામી
ગુજરાતમાં આજથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં શનિવારે રાત્રે જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓમાં ભારે દોડધામ મચી હતી. ભારે પવનના કારણે ગરબા સ્થળ પર મંડપો ઉડ્યા હતા. વલસાડ અને તાપીમાં ધોધમાર વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ઘરે જવાના બદલે ગરબાની મોજ માણી હતી. અમદાવાદના ગરબાની પળેપળની અપડેટ્સ સુરતના ગરબાની પળેપળની અપડેટ્સ વડોદરાના ગરબાની પળેપળની અપડેટ્સ રાજકોટના ગરબાની પળેપળની અપડેટ્સ પહેલા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ બીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ત્રીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ચોથા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ પાંચમાં નોરતાના વીડિયો અને પળેપળના અપડેટ્સ નવલા નોરતાના છઠ્ઠા દિવસના ગરબાની પળેપળની અપડેટ જોવા માટે નીચે જુઓ…