બાબરાના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજક રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ગમાપીપળીયા રામજી મંદિરે ભેગા મળ્યા.

તેમજ કોટડાપીઠાના આઇ શ્રી રાફડા વાળા ખોડીયાર મંદિરના મહંતશ્રી લક્ષમણ ગીરીબાપુ તેમજ સ્વયંસેવકો અને આગેવાનો દ્વારા ગમાપીપળીયા રામજી મંદિરેથી ઠાકોરજીની મોટી જાન કારતક સુદ ૧૧ ને રવિવારે તા.૨-૧૧-૨૦૨૫ને ના શુભ દિવસે મોટી જાન જોડી આવવા ભાવભર્યુ આમંત્રણ આપી ભાવ વ્યક્ત કર્યો અને જેમ બને તેમ મોટી જાન લઈ આવવા જણાવ્યું હતું….અહેવાલ ભાનુભાઈ એમ.પાનશેરીયા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
