Spg ના નેજા હેઠળ મહેસાણામાં તુલસી બંગ્લોઝના રહીશોની જનજાગૃતિનો પ્રયાસ.

SPG રાષ્ટ્રીય અઘ્યક્ષ લાલજીભાઈ પટેલના નેજા હેઠળ શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય અને ભાગેડુ લગ્ન અટકે તે માટે લગ્ન નોંધણીમાં માતા-પિતા અથવા લોહીના સબંધીની સહી ફરજિયાત કરવાની લડત સર્વે સમાજની ટીમ દ્વારા ચલાવવામાં આવી રહી છે તે અનુસંધાને અત્યારે આદ્યશક્તિના નવલી નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે લગ્ન નોંધણીના કાયદામાં ઝડપથી સુધારા આવે તે માટે મહેસાણામાં તુલસી બંગ્લોઝના રહીશો દ્વારા SPG ની વિચારધારાની સાથે રહી સમાજ ને જાગૃત કરવાની સાથે-સાથે સરકાર પણ વહેલી તકે જાગે એના માટે અનોખી રીતે પ્લે કાર્ડ લઈ ગરબામાં પ્રદર્શન કરવામાં આવ્યું.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
