પાટણ તાલુકાના અનાવાડા ખાતે આવેલ શ્રી હરિ ઓમ ગૌશાળામાં આગામી ડિસેમ્બર માસમાં ગૌ માતાના લાભાર્થે યોજાનાર પરમ પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે

જેમાં મુખ્ય દાતા ચેતનભાઇ રામશંકર વ્યાસ અને કાજલબેન ચેતનભાઇ મથુરા સહિતના તીર્થધામમાં વિવિધ સંતો મહંતોને નિમંત્રણ આપવા માટે ભ્રમણ કરી રહ્યા છે, જેમાં તેઓ પરમ પૂજ્ય સાધ્વીજી માતા શ્રી ઋતંભરાજી , કાંચી પીઠના શંકરાચાર્ય મહારાજ, પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજ, મલુકપીઠના સ્વામી શ્રી રાજેન્દ્ર દાસજી મહારાજને મળીને પ્રસંગમાં પધારવા માટે નિમંત્રણ પત્રિકા અર્પણ કરી હતી અને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે શ્રી મુકુન્દ પ્રકાશજી મહારાજ પણ સાથે જોડાયા હતા. સંતોએ ગૌશાળા માટેના યજ્ઞમાં તેમના આશીર્વાદ આપ્યા હતા. પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજે આશીર્વાદ રાશિ પણ અર્પણ કરી હતી.
The Gujarat Live News
અહેવાલ,: આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
