આજે નવલા નોરતાનો સાતમો દિવસ છે. દિવસ દરમિયાન રાત્રે પણ અનેક શહેરોમાં વરસાદ વરસતા કેટલાક ગરબાના આયોજન રદ થયા છે. તો કેટલાક ગરબા આયોજકો દ્વારા ગરબા ચાલુ રાખવામાં આવ્યા છે. વરસાદના વિધ્ન વચ્ચે પણ અમદાવાદ, સુરત અને વડોદરામાં લોકો રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. અમદાવાદના નોરતા નગરી ગરબા આયોજનમાં કીર્તિદાન ગઢવીએ ઓપરેશન સિંદૂરની થીમ પરનો ગરબો રજૂ કરતા ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કીર્તિદાનના ગરબામાં હાજરી આપી. જાહેર ગરબા કાર્યક્રમો સિવાય લોકો સોસાયટીઓમાં વરસાદ વચ્ચે પણ ગરબામી રમઝટ માણતા જોવા મળી રહ્યા છે. રાસ ગરબાની જમાવટ વચ્ચે જ એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીતના સમાચાર આવતા ખેલૈયાઓએ થોડીવાર ગરબાને વિરામ આપી ટીમ ઈન્ડિયાની જીતનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યા. વરસાદ વચ્ચે પણ આ ગરબા ચાલુ રહેશે આ સમાચાર પણ વાંચોઃ નવરાત્રિના સાતમા દિવસે રાજ્યના 180થી વધુ તાલુકાઓમાં વરસાદ પહેલા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ બીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ત્રીજા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ચોથા નોરતાના વીડિયો અને પળેપળનાં અપડેટ્સ પાંચમાં નોરતાના વીડિયો અને પળેપળના અપડેટ્સ છઠ્ઠા નોરતાના વીડિયો અને પળેપળના અપડેટ્સ
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!