
Surat : સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલિકાના લેક ગાર્ડનમાં માછલી મરી જવાની ઘટના બાદ હવે સણીયા હેમાદ તળાવમાં સંખ્યાબંધ માછલી મરી ગઈ હોવાની વાત બહાર આવી છે. તળાવમાં મરેલી માછલીઓ મળી આવતા સ્થાનિકોએ પાલિકા અને જીપીસીબીને જાણ કરી છે અને પાણીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. તો બીજી તરફ સ્થાનિકોએ ઔદ્યોગિક પ્રદુષણના કારણે માછલી મરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.
સુરત શહેરને અડીને આવેલા સણીયા ગામમાં એક ગામ તળાવ આવ્યું છે. આ તળાવ કિનારે સ્થાનિકો સવારે ગયાએ હતા ત્યારે સંખ્યાબંધ માછલીઓ મરેલી જોવા મળી હતી.
