
Surat : સુરત શહેરને જળસંચય માટે આદર્શ બનાવીને જળસંચય માટે અનેક પ્રયાસ થઈ રહ્યાં છે આ પ્રયાસ વચ્ચે શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ છતાં પણ તે બંધ કરવામાં આવ્યું નથી. પાલિકાની નબળી કામગીરીના કારણે છેલ્લા ચાર દિવસથી હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે. આ પાણી રોડ પર ભરાયેલું હોવાથી વાચન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પ્રતાપ નગર વિસ્તાર આવ્યો છે અને આ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીની લાઈનમાં લીકેજ થઈ રહ્યું છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે, આ લીકેજના કારણે મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોય તેમ પાણી ભરાયેલા હોય છે.
