
GST Raid: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ગુજરાતના બે મોટા શહેરો, અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજકો પર જીએસટી (GST) વિભાગે સપાટો બોલાવ્યો છે. જીએસટીની 10 ટીમો દ્વારા મોટા ગરબા આયોજકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેના કારણે આયોજકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ અને સુરતમાં જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી અને પૂર્વા મંત્રી જેવા જાણીતા કલાકારોના ગરબા આયોજનોમાં પણ જીએસટી વિભાગની ટીમો ત્રાટકી છે. આ કાર્યવાહી મુખ્યત્વે બ્લેકમાં વેચાતા પાસને લઈને કરવામાં આવી છે. મોટા આયોજકો દ્વારા મોટી કમાણી કરવામાં આવે છે, પરંતુ તેમાં કરચોરી થતી હોવાની શંકાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે.
