બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકાના નાંદલા ગામનો પનોતા પુત્ર અને ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન શ્રી ભાવેશભાઈ ચૌધરી જમ્મુ-કાશ્મીર ખાતે ફરજ બજાવતી વખતે શહીદ થયા છે.

તેમના શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તાર શોકમગ્ન બની ગયો છે.

દેશની સરહદો પર દેશની રક્ષા માટે પોતાના પ્રાણો આહુતિ આપનાર આ બહાદુર સૈનિક પર ગામજનોને ગૌરવ છે, તો બીજી તરફ તેમના અચાનક વિયોગથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

શહીદ જવાનના ગામ નાંદલામાં દુઃખની લાગણી સાથે ગૌરવનો માહોલ છવાયો છે.

નાના થી લઈને મોટા સુધીના લોકો તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે.

ગામના વડીલોએ જણાવ્યું કે “શ્રી ભાવેશભાઈ બાળપણથી જ હિંમતવાન અને રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત હતા.

તેમનું શહીદી સ્વરૂપે દેશ માટેનું યોગદાન ક્યારેય ભૂલાશે નહીં.”

સ્થાનિક જનપ્રતિનિધિઓ, સમાજના આગેવાનો અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ શહીદને શ્રદ્ધાંજલિ અર્પાઈ છે. શહીદના અંતિમ દર્શન માટે હજારોની ભીડ ઉમટી પડશે તેવી શક્યતા છે.

પરમ કૃપાળુ ભગવાન શહીદના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ અખૂટ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.

#જય #હિન્દ… #વંદે #માતરમ… 🇮🇳

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!