
Ahmedabad News : ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ-ગીર ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ થીમ સાથે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ-2025’ ઉજવવામાં આવનાર છે, ત્યારે અમદાવાદમાં આાગામી 7 ઓક્ટોબર સુધી બાળકો માટે કાંકરિયા સંગ્રહાલયમાં નિઃશુલ્ક પ્રવેશ અપાશે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બાળકોને નિઃશુલ્ક પ્રવેશ
વન્ય પ્રાણીના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 1થી 7 ઓક્ટોબર સુધી 12 વર્ષ સુધીના બાળકો માટે અમદાવાદના કાંકરિયા સંગ્રહાલયમાં સવારે 9થી 12 વાગ્યા સુધી મફતમાં પ્રવેશ આપવામાં આવશે. શહેરની તમામ શાળાના બાળકો પણ તેનો લાભ લઈ શકશે. દરવર્ષે મ્યુનિ, શાળાના બાળકો પણ પ્રવાસ કાર્યક્રમ યોજીને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવતા હોય છે.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/free-entry-for-children-up-to-12-years-at-kankaria-zoo-in-ahmedabad-from-9-am-to-12-noon |
