
.Gujarat Crime Data : નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના તાજેતરના અહેવાલમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં આર્થિક ગુનાના કેસમાં લગભગ 33 ટકાનો વધારો નોંધાયો છે. દેશભરમાં આ સમયગાળા દરમિયાન આર્થિક ગુનામાં 5.99 ટકાનો વધારો થયો છે, જ્યારે ગુજરાતમાં આ વધારો 33 ટકા જેટલો હતો.
રાજ્યમાં વર્ષ 2023માં કુલ 4,912 આર્થિક ગુના નોંધાયા હતા, જે પૈકી 4,082 ગુનો ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 420, 465, 468, 471, 231-243, 255 અને 489 A- 489 E સંબંધિત છેતરપિંડી અને ફ્રોડના હતા.
| Source permalink: | https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-registers-4-912-economic-crimes-in-2023-reveals-ncrb-report |
