નવરાત્રિના છેલ્લા નોરતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમ્યા હતા. કિંજલ દવે, કીર્તિદાન ગઢવી, જીગરદાન ગઢવી અને જયસિંહ ગઢવી જેવા કલાકારોએ પોતાના હિટ ગીતોથી ખેલૈયાઓને ડોલાવ્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કેસરિયા નવરાત્રિ 3.0માં ‘દ્વારિકાનો નાથ’ ગીત ગાઈને ખેલૈયાઓનું દિલ જીતી લીધું હતું. જોકે, મોડી રાત્રે અમદાવાદીઓએ ઓસ્વાલના ફાફડા-જલેબી ખાવા માટે લાઈનો લગાવી હતી, તો રાજકોટમાં બોલિવૂડ સોંગ પર ખેલૈયાઓએ બૂમ પડાવી હતી. નવસારીમાં ફ્યુઝન ગરબા અચાનક બંધ થતાં ખેલૈયાઓને વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું. કિંજલ દવેના ‘મોર બની થનગાટ કરે’ પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા
સુરતના યશ્વી નવરાત્રિમાં કિંજલ દવેની સ્ટેજ પર એન્ટ્રીએ માહોલને ગરમાવ્યો હતો. કિંજલ દવેએ ‘મોર બની થનગાટ કરે’ ગીત ગાઈ ખેલૈયાઓ ડોલાવ્યા હતા. તો બીજી તરફ કેસરિયા નવરાત્રિ 3.0માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી અને ખેલૈયાઓના કહેવા પર ‘દ્વારિકાનો નાથ’ ગીત ગાઈને તેમનો અલગ અંદાજ દેખાળ્યો હતો. જયસિંહ ગઢવીના તાલે ખેલૈયાઓ હિલોળે ચડ્યા, જ્યારે મેયર દક્ષેશ માવાણી અને પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા પણ યશ્વી નવરાત્રિમાં ગરબે ઘૂમ્યા હતા. ખોડલધામમાં પારિવારિક નવરાત્રિમાં ખેલૈયાઓની રમઝટ જોવા મળી, જ્યારે પુષ્પા 2 સ્ટાઈલમાં યુવક અને ‘જય શ્રીરામ’ના ઝંડા સાથે ગરબા રમતા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડોદરાના LVP ગરબામાં ખેલૈયાઓ વેશભૂષામાં ગરબે ઘૂમ્યા
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અનેક જગ્યાઓએ ટ્રાફિક જામ થતાં ખેલૈયાઓ ફસાયા હતા. સુરતમાં અઠવાથી ડુમસ રોડ સુધી વાહનોની લાંબી કતારો લાગી, જ્યારે વડોદરાના LVP ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ વિવિધ વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા. સુરતના ભટાર વિસ્તારના આશીર્વાદ કોમ્પ્લેક્સમાં કાર્નિવલ મેળા થીમ પર બાળકોથી જુવાનીયાઓ જુદા જુદા વેશમાં ગરબે રમ્યા હતા, જ્યારે ભેસ્તાનની કૃષ્ણ કુંજ સોસાયટીમાં અલગ-અલગ વેશભૂષામાં લોકોએ ઢોલના તાલે ઝૂમ્યા હતા. રાજકોટના રાસવિલા ગરબા ગ્રાઉન્ડમાં બોલિવૂડ સોંગ પર ખેલૈયાઓએ બૂમ પડાવી હતી. વડોદરામાં સેલ્ફી વીડિયો પોઇન્ટ પર લાઈનો લાગી
વડોદરાના કારેલીબાગમાં ‘અડુકિયો દડૂકિયો’ બાળ ગરબામાં બાળ ખેલૈયાઓ અવનવી વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા, જ્યાં સાંસદ ડો. હેમાંગ જોશી પણ પહોંચ્યા. છેલ્લા દિવસે બાળ ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં સેલ્ફી વીડિયો પોઇન્ટ પર લાઈનો લાગી હતી, જ્યારે છેલ્લી ઘડીએ પાસ લેવા ખેલૈયાઓની લાઈનો લાગી હતી. ગુજરાતની કોયલડી કૈરવી બુચે પણ વાઇબ્રન્ટમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા. રાજકોટમાં રાસોત્સવ અને અમદાવાદમાં ફાફડા-જલેબીની મોજ
રાજકોટના માધવરાય સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અબતક સુરભી રાસોત્સવમાં અંતિમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી, જ્યાં પ્રિન્સ અને પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઇનલ રાઉન્ડ રમાયો હતો. અમદાવાદના ઇન્કમટેક્સ સર્કલ ખાતે ઓસ્વાલના ફાફડા-જલેબી માટે મોડી રાત્રે લાઈનો લાગી હતી, રેસ્ટોરન્ટ હાઉસફુલ થઈ ગયું. વડોદરાના સાવલીમાં શ્રી નવશક્તિ ગરબામાં અને LVP હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ વેશભૂષામાં ગરબે રમ્યા હતા, જ્યાં આગામી દશેરા પર પણ ગરબાનું આયોજન જાહેર કરાયું હતું. નવસારીમાં ફ્યુઝન નવરાત્રિ ગરબા બંધ રહેતા ખેલૈયાઓમાં નિરાશા
નવસારીમાં ફ્યુઝન નવરાત્રિ ગરબા અચાનક બંધ થતાં 5,000થી વધુ ખેલૈયાઓ વિલા મોઢે પરત ફર્યા હતા. આયોજકોએ ટેકનિકલ ખામીનું કારણ જણાવ્યું, પરંતુ લેણદારોના નાણાં બાકી હોવાની ચર્ચા વિવાદ વધારી દીધો હતો. સુરતના ગરબાનું પળેપળનું અપડેટ વડોદરાના ગરબાનું પળેપળનું અપડેટ રાજકોટના ગરબાનું પળેપળનું અપડેટ પહેલા નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ બીજા નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ત્રીજા નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ ચોથા નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ પાંચમાં નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ છઠ્ઠા નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ સાતમાં નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ આઠમાં નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ નવમાં નોરતાનાં વીડિયો અને પળેપળનાં અપડેટ્સ
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!