દિશા સૂચક બોર્ડ ના હોવાથી રાત્રે અજાણ્યા વાહન ચાલકો ઓવરબ્રીઝ ઉપર ભૂલથી ચડી જાય છે.

અકસ્માતની સંભાવના.
રોજ હજારો વાહનોની જ્યાં અવર – જવર છે તે ઊંઝા હાઇવે પર રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે દિશા સૂચક બોર્ડ ના હોવાથી અજાણ્યા વાહન ચાલકોને આગળના રોડની સાચી જાણકારી મળતી નથી અને રાત્રે તો નાના – મોટા અકસ્માતની સંભાવના વધી રહી છે. અવર-જવર કરતા સામાન્ય લોકો ખુબ હેરાન થઇ રહ્યા છે પણ ત્યાંથી અનેક વાર પસાર થતા એકેય સ્થાનિક નેતા કે હોદ્દેદારની નઝરમાં આ સમસ્યા કેમ આવતી નથી તે શહેરીજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
મોટો અકસ્માત થાય તે પહેલા સ્થાનિક તંત્ર જાગે છે કે કેમ તે જોવાનું રહ્યુ.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
