સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે

આજ રોજ ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી જયંતીભાઈ કેવટ સહકાર ભારતી ગુજરાત સહ પરીવાર ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ ના આશીર્વાદ લેવા આવેલ હતા ઠાકર ના દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ના દર્શન કરી અને જગ્યા ના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિ ના કાયમી સદસ્ય પુજ્ય શ્રી ભયલુબાપુ ના દર્શન કરી તેમજ જગ્યા ની શ્રી બણકલ ગૌશાળા ની શુભેરછા મુલાકાત લીધેલ હતી શ્રી બણકલ ગૌશાળા મા ગાય માતા ના ઉછેર એમની જાળવણી તેમજ વ્યવસ્થા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો.
ત્યારબાદ વિહળ વાટિકા અને કૈલાશ બંગલો ની પણ મુલાકાત લીધી હતી ત્યાર બાદ સહકાર ભારતી ના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત લઇ સહકાર ચેતના વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેમાં સહકાર ચેતના કેન્દ્ર બોટાદ જિલ્લા ના દરેક તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં ગ્રામ્ય લેવલે ભેગા થવાથી ગામડાના સ્થાનિક પ્રસ્નોનું નિરાકરણ થશે ગામડાંનો વિકાસ થશે શહેરી કરણ ઘટશે ગામડામાં ઉદ્યોગ ધંધો ચાલુ થવાથી સ્થાનિક લોકોને રોજગારી મળશે સ્વસ્થતા તથા આરોગ્ય બાબત ગ્રામ લોકોમાં જાગૃતિ આવશે નાના ગૃહ ઉદ્યોગો ચાલુ થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારીની તકો ઊભી થશે જયંતિભાઈ કેવટ સાથે બોટાદ જિલ્લાના સહકારી આગેવાનો શ્રી સવજીભાઈ શેખ વિભાગ સયોજક સહકાર ભારતી તથા ભુપતભાઈ ધાધલ બોટાદ જિલ્લા પ્રમુખ સહકાર ભારતી બોટાદ તથા હરીરામ બાપુ મહામંત્રી બોટાદ જિલ્લા સહકાર ભારતી તથા કનુભાઈ ખાચર તાલુકા પ્રમુખ સહકાર ભારતી બોટાદ દક્ષેશભાઈ સોની પ્રકોષ્ટ પમુખ સહકાર ભારતી બોટાદ હાજર રહેલ
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
