પાટણ જિલ્લાના વારાહી CHC માં અંદાજે રોજના 70 થી 100 દર્દીઓ સારવાર માટે આવે છે સારવારની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતું વારાહી CHCઅને ઉત્તમ ડોક્ટરોથી સજ છે ત્યારે મોટી સંખ્યામાં આવતા દર્દીઓ માટે પૂરતો નર્સિંગ સ્ટાફ ના હોય દર્દીઓએ હાલાકી ભોગવવી પડી રહી છે

જ્યારે CHC માં સાત નર્સિંગ સ્ટાફ ની જરૂરિયાત હોય તેવામાં માત્ર પાંચ નર્સિંગ સ્ટાફ હોય લોકો પરેશાન થઈ રહ્યા છે જ્યારે એક્સ-રે વિભાગમાં પણ સ્ટાપની અછતના કારણે માત્ર મંગળ અને શુક્ર બે દિવસ એક્સ રે સુવિધા મળી રહે છે અન્ય દિવસ એક્સરે મશીન શોભાના ગાંઠિયા સમાન પડી રહે છે તો સરકારશ્રીએ સત્વરે વારાહી CHC માં નર્સિંગ અને એક્સરે વિભાગના સ્ટાફની કમી દૂર કરી લોકોને પડતી હાલાકીમાં રાહત મળે તેવી લોકમાગ ઉઠવા પામી છે
The Gujarat Live News
