પાટણ સમી શંખેશ્વર વીસ્તાર માંબોગસ પત્રકારો થી સાવધાન — ઉઘરાણીના પ્રયાસો સામે સાવચેતી જરૂરી
દીવાળી ટાઈમે બોગસ પત્રકારો સક્રિય બનતા સાચા, નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારોની છબી ખરડાય તે પહેલા પોલીસ કાર્યવાહી જરૂરી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા વિસ્તાર સહીત સમી સાંતલપુર શંખેશ્વર ચાણસ્મા તાલુકા તેમજ પાટણ જીલ્લામાં અને જીલ્લા બહાર છેલ્લા કેટલાક સમયથી પોતાને “પત્રકાર” તરીકે ઓળખાવતાં અને વિવિધ સરકારી કચેરીઓ, વેપારીઓ તથા પ્રાઇવેટ સંસ્થાઓ પાસે જઈને જાહેરાત અથવા મદદના નામે રૂપિયા ઉઘરાવતાં બોગસ પત્રકારો સક્રિય બન્યાં હોવાનું જણાઈ રહ્યું છે.
માહિતી અનુસાર, માત્ર બે-ત્રણ હજાર રૂપિયામાં બનાવેલા ખોટા પત્રકાર આઈકાર્ડ લઈને ફરતા આ લોકો પોતાની ગાડીઓ પર “PRESS”ના સ્ટીકર લગાવી ધાકધમકી કરતા જોવા મળે છે. ખાસ કરીને દિવાળી જેવા તહેવારના સમયગાળામાં આવા બોગસ પત્રકારો દીવાળી જાહેરાતના બહાને વેપારીઓ, ડોક્ટરો, દિનદયાળ ગ્રાહક ભંડારના સંચાલકો, ગામડાના સરપંચો તેમજ વિવિધ ખાનગી સંસ્થાઓ પાસે જઈ ઉઘરાણી કરતા હોવાની અનેક ફરિયાદો રોજ સમાચાર લેતા સાચા અને નિષ્ટાવાન પત્રકારોને મળી રહી છેજેથી આવા પત્રકારોના કારણે સાચા પત્રકારોની ક્યાંક છબી ખરડાઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે .
તેથી આવા ખોટા પત્રકારો મોટાભાગે એવી યુટ્યુબ ચેનલોના નામે ઓળખ આપે છે, જેઓનું કોઈ સત્તાવાર રજીસ્ટ્રેશન થયેલું નથી અને જેઓના કોઈ સમાચારો નિયમિત રીતે પ્રકાશિત પણ થતા નથી. આ પ્રકારના બોગસ લોકોના કારણે સાચા, નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારોની છબી ખરડાય છે, જે ચિંતાજનક બાબત છે.
સ્થાનિક લોકો તેમજ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે — જો કોઈ વ્યક્તિ પત્રકાર તરીકે ઓળખ આપી કોઈપણ પ્રકારની જાહેરાત કે આર્થિક સહાયની માગણી કરે, તો તેના આઈકાર્ડ તથા ચેનલ કે પેપરનું રજીસ્ટ્રેશન ચકાસવું આવશ્યક છે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસ અથવા માહિતી વિભાગનો સંપર્ક કરવો જોઈએ.
દિવાળી પૂર્વે આવા બોગસ પત્રકારોના નકલી દાવપેચ સામે સતર્કતા રાખવીને પોલીસ તપાસ જરૂરી આથી જીલ્લા ની પોલીસ સક્રિય બની આવા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી જરૂરી બની હોવાની ફરીયાદ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
