બોટાદ જિલ્લાના હડદડ ગામે બનેલી પથ્થરમારાની ઘટના હવે રાજકીય ગરમાવો પકડી રહી છે.
તાજેતરમાં થયેલ આ હિંસક ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત કુલ 85 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ, ગામમાં બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ તણાવ સર્જાયો હતો, જે બાદ પથ્થરમારાની ઘટના બની હતી.
ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
પોલીસએ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
