અમદાવાદમાં પાલડીના દેરાસરમાં ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ કહેવત સાબિત થઈ છે. દેરાસરમાં ભગવાનને ચઢાવેલા 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ સહિતના ઘરેણાંની ચોરી થઈ છે. આ દાગીનાની કિંમત 1.64 કરોડ રૂપિયા થાય છે. ચોરી કરનાર કોઈ અજાણ્યો ચોર નહીં, પરંતુ દેરાસરનો પૂજારી અને સફાઈકર્મચારીઓ છે. પૂજારીએ સફાઈ કામદારો સાથે મળીને ચોરી કરી છે. આ અંગે પાલડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સેક્રેટરીને ચોરીની જાણ થતાં ફરિયાદ નોંધાવી
પાલડી વિસ્તારમાં આવેલા ન્યૂપીનલ પાર્ક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે પાલડી પોલીસ સ્ટેશનમાં મેહુલ રાઠોડ (રહે, નંદધામ એપાર્ટમેન્ટ, વાસણા), કિરણ વાઘરી (રહે, હરિચંચલ ફ્લેટ, પાલડી) અને પુરી ઉર્ફે હેતલ વાઘરી વિરુદ્ધ 1.64 કરોડની ચોરીની ફરિયાદ કરી છે. રાજેશ શાહ સંયુક્ત પરિવારમાં રહે છે અને માણેકચોક ખાતે આવેલી રાજ ઓર્નામેન્ટ નામની શોપ ધરાવીને ધંધો કરે છે. આ સિવાય રાજેશ શાહ પાલડી ખાતે આવેલી શ્રી લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 14 વર્ષથી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. 8 ઓક્ટોમ્બર ભગવાનને ચઢાવવા માટે આંગી આવી હતી
થોડા દિવસ પહેલાં સવારે 11 વાગ્યાની આસપાસ રાજેશ તેમજ અલ્પેશ પરીખ સહિતના લોકો દેરાસરની ઓફિસમાં હાજર હતા, ત્યારે તેમને ખબર પડી હતી કે ભગવાનને ચઢાવવામાં આવેલી આંગી (ચાંદીનું ખોયું) ગાયબ હતી. 8 ઓક્ટોમ્બરના રોજ દેરાસરમાં શીતલનાથ ભગવાન અને વાસુપૂજ્ય સ્વામી ભગવાનને ચઢાવવા માટે આંગી આવી હતી. આંગીને દેરાસરના ભોંયરામાં લોકરવાળા રૂમમાં મૂકી હતી, જે ગાયબ હતી. આંગી શોધવા માટે રાજેશ અને અલ્પેશ સહિતના લોકોએ શોધખોળ કરી હતી, ત્યારે તેમને ખબર પડી કે ભગવાનના મુગટ, કુંડળ પણ ગાયબ છે. પૂજારી ન મળતાં ફરિયાદીએ ટ્રસ્ટના સભ્યોને જાણ કરી
રાજેશ અને અલ્પેશે તરત જ દેરાસરના પૂજારી મેહુલ રાઠોડને શોધવાની કોશિશ કરી હતી, પરંતુ તે પણ ગાયબ હતો. રાજેશે તરતજ દેરાસર ટ્રસ્ટના તમામ સભ્યોને ફોન કરીને ચોરી થયા હોવાની જાણ કરી દીધી હતી. દેરાસરના તમામ ટ્રસ્ટીઓ આવ્યા હતા અને કેટલી વસ્તુઓ ચોરી થઈ છે એ મામલે તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યુ હતું કે 117.336 કિલો ચાંદીનાં ઘરેણાં ગાયબ હતાં. ટ્રસ્ટીઓએ દેરાસર અને ઉપાશ્રયમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં ઘણી ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. પૂજારી સાથી આરોપી સાથે ફોન બંધ કરી ફરાર
ચોરી દેરાસરમાં પૂજારીનું કામ કરતા મેહુલ રાઠોડે કરી છે. આ સિવાય દેરાસરમાં સફાઈ કામ કરતા કિરણ અને તેની પત્ની પુરી પણ ગાયબ હતા. મેહુલનો ભાઈ દિનેશ પણ દેરાસરમાં પૂજારી તરીકે નોકરી કરે છે. ટ્રસ્ટીઓએ જ્યારે દિનેશને પૂછ્યુ તો તેણે જવાબ આપ્યો હતો કે મેહુલ ફોન સ્વિચ-ઓફ કરીને ગાયબ થઈ ગયો છે. ચાંદીના દાગીનાની ચોરી મેહુલ, કિરણ અને પુરીએ કરી હોવાનું પુરવાર થતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસે સમગ્ર મામલે 1.64 કરોડની ચોરીની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ચોરી પહેલાં સીસીટીવીની મેઈન સ્વિચ બંધ કરી દીધી
દેરાસરની દીવાલમાં ચાંદીનાં પૂંઠિયાં લગાવવામાં આવ્યાં હતાં, પરંતુ બે વર્ષ પહેલાં દીવાલ પર જીવાતો થઈ જતાં પૂંઠિયાંને કાઢી લેવામાં આવ્યા હતા. ચાંદીના પૂંઠિયાંને હેમખેમ રીતે લોકરમાં મૂકવામાં આવ્યાં હતાં, જેને પણ મેહુલ તેમજ કિરણ અને પુરીએ ચોરી લીધાં છે. લોકરની ચાવી મેહુલ પાસે રહેતી હતી, જેના કારણે તેણે વિશ્વાસઘાત કરીને ચોરી કરી છે. મેહુલે ચોરી કરવા માટે માસ્ટર પ્લાનિંગ કરી લીધું હતું. મેહુલને ખબર હતી કે દેરાસરમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે, જેના કારણે ચોરી કરવી અશક્ય છે. મેહુલે ચોરી કરવા માટે પોણાત્રણ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વિચ બંધ કરી દીધી હતી, જેથી કરીને કોઈ હરકતો રેકોર્ડ થાય નહીં. આરોપી મૂળ મહેસાણા જિલ્લાના રહેવાસી
અઢી કલાક સુધી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ સવા પાંચ વાગ્યાની આસપાસ સીસીટીવી કેમેરાની મેઈન સ્વિચ ચાલુ કરી દીધી હતી. સ્વિચ બંધ કરતો અને સ્વિચ ચાલુ કરવાની હકીકત કેમેરામાં કેદ થઈ ગઈ હતી. દસ હજારની નોકરી કરતા દંપતીએ મકાન અને કાર ખરીદી ટ્રસ્ટીઓએ ઊંડાણપૂર્વક તપાસ કરી તો કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. કિરણ અને પુરી મૂળ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાલક ગામના રહેવાસી છે. બન્ને જણાને દેરાસરમાં દસ હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હતો. ટ્રસ્ટીઓએ તપાસ કરી તો સામે આવ્યુ છે કે કિરણ અને પુરીએ વિસનગર ખાતે એક મકાન ખરીદ કર્યું છે અને કાર પણ ખરીદી કરી છે. ચોરી થયા બાદ કિરણ, પુરી અને મેહુલ રહસ્યમય રીતે ગુમ થયા છે.