આજે તારીખ 16/10/2025ના રોજ શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠમાં આ શૈક્ષણિક સત્રના છેલ્લે દિવસે સ્નેહ મિલન , બેસ્ટ ટીચર ઓફ મંથ સન્માન સમારોહ અને મોટીવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાની પાવન ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ કામ કરતા સારસ્વતોને સન્માનપત્ર અને શિલ્ડ આપી એમની પ્રશંસનીય કામગીરીને બીરદાવવામા આવી હતી. સાથે શિક્ષકોને દિવાળી ભેટ અને પ્રસાદી સાથે હાર્દિક શુભેચ્છા પાઠવવામા આવિ હતી.

આ યાદગાર ત્રિવેણી સંગમ જેવા અવસરે પૂજ્ય બા સાથે વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠના ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ ચાંદપરા, નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી પ્રવીણભાઈ ખાચર, વાર્તાકાર અને શ્રેષ્ઠ શિક્ષક મુકેશભાઈ સોજિત્રા, શ્રી નિરુભાઈ ગઢવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી… સમગ્ર સંકલન સંસ્થાના કેમ્પસ ડાયરેકટર શ્રી સંજયભાઈ પટેલે કર્યું હતું.

 

પૂજ્ય બાશ્રી એ સૌને ઉત્તમ કામ કરી વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠનુ ગૌરવ બનવા બદલ આશીર્વાદ પાઠવી પોતાનો રાજીપો વ્યક્ત કરી સૌને બિરદાવ્યા હતાં ભવિષ્યમાં સૌ આવીજ ઉર્જા, સમર્પણ અને સંસ્કારથી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે તેવી આશા વ્યક્ત કરી હતી.આમ અનેરી ધન્યતા સાથે આવો ગૌરવપૂર્ણ અવસર ચરિતાર્થ થયો…

શિક્ષક એ સંસ્કારનો સ્તંભ છે, અને શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ તેનું ગૌરવ છે.

The Gujarat Live News 

અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!