દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે ત્યારે કાળીચૌદશની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા મળી રહ્યું છે. ઘરમાં પત્નીને પરપુરુષ સાથે જોઈ જતાં વિનોદ મલ્હા નામના શખસે છરીના બે ઘા મારી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઉલ્લેખનીય છે કે મૃતકના એક મહિના પછી લગ્ન હતા. મૃતક અને આરોપીની પત્ની એકસાથે નોકરી કરતાં હતાં
અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ન્યૂ ભવાનીનગરમાં રહેતી મોનિકા વાલજી રાઠોડે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વિનોદ મલ્હા વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. મોનિકા ઘરકામ કરે છે અને તેનાં માતા-પિતા, ભાઈ ગોપાલ સાથે રહે છે. ગોપાલ મણિનગર ખાતે કેએફસીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે ગોપાલની વિનોદ મલ્હા નામના યુવકે ઘાતકી હત્યા કરી નાખી હતી. ગોપાલ જ્યા નોકરી કરે છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતી નેહા મલ્હા પણ નોકરી કરે છે. ગોપાલ અને નેહા સારાં મિત્રો હતાં, જેના કારણે વિનોદના મનમાં અનેક શંકા ઊભી થઈ હતી. પત્નીને પરપુરુષ સાથે જોઈ જતાં પતિએ છરીના ઘા ઝીંકી દીધા
દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો હોવાથી ગોપાલ નેહાને મળવા માટે તેના ઘરે ગયો હતો. નેહા અને વિનોદ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા આદર્શ એપાર્ટમેન્ટમાં રહે છે. નેહા અને ગોપાલ બેસીને વાતો કરી રહ્યાં હતાં ત્યારે એકાએક વિનોદ આવી ગયો હતો. પત્નીને પરપુરુષ સાથે જોતાંની સાથે જ વિનોદ ગુસ્સે ભરાયો હતો. વિનોદે કોઈપણ ચર્ચા કર્યા વગર ગોપાલ સાથે મારઝૂડ કરવાની શરૂ કરી દીધી હતી. નેહાએ વિનોદને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે તેણે કંટ્રોલ કરવો મુશ્કેલ હતો. વિનોદ પત્નીને પરપુરુષ સાથે જોતાંની સાથે જ આવેશમાં આવી ગયો હતો અને તરત જ દોડીને રસોડામાંથી છરી લઈને આવી ગયો હતો. ગોપાલ કઈ વિચાર કરે એ પહેલાં વિનોદે તેના ઉપર છરીના ઘા ઝીંકી દીધા હતા. હત્યા કરી આરોપી ફરાર
નેહાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે વિનોદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગોપાલને ગળામાં તેમજ પીઠ પર છરીના ઘા વાગતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. નેહાએ એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી, પરંતુ તેમણે પણ ગોપાલને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ગોપાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જ્યારે તેની બહેન મોનિકાની ફરિયાદના આધારે વિનોદ મલ્હા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. અમદાવાદના RTI એક્ટિવિસ્ટનો આપઘાત, નહીં હત્યા થઈ
થરાદની નર્મદા કેનાલમાંથી ગત 13 તારીખે અમદાવાદના RTI (માહિતી અધિકાર) કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. આ આપઘાત નહીં, પરંતુ હત્યા થઈ હોવાનું ખૂલ્યું છે. હત્યાનો ભેદ થરાદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે આ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે હત્યાનું કાવતરું બિલ્ડરલોબી દ્વારા રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ₹20 લાખની સોપારી આપી બિલ્ડરલોબીએ તેનો કાંટો કાઢી નખાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બિલ્ડરલોબીએ સોપારી આપી હતી
પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક રસિક પરમાર RTI એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતા. પોલીસની આઠ ટીમે હાથ ધરેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલાસો થયો કે બિલ્ડરલોબીએ તેમની હત્યા માટે ₹20 લાખની સોપારી આપી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: દેશનું સૌથી સુરક્ષિત શહેર બન્યું અનસેફ સિટી